Skip to main content
Settings Settings for Dark

વાવાઝોડાની દિશા બદલાઈ, ગુજરાતના દરિયાકાંઠેથી સમાંતર પસાર થઈ શકે વાવાઝોડું

Live TV

X
  • રાજ્યમાં પ્રથમ વખત 3 લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

    સંભવિત વાયુ વાવાઝોડાની સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી સમાંતર પસાર થવાની શક્યતા છે..આ પહેલા તે પોરબંદર, વેરાવળમાં પસાર થવાનુ હતુ..પરંતુ વાયુ વાવાઝોડાની દિશા બદલાઈ ગઈ છે..જેના પગલે તંત્ર સજ્જ બની ગયું છે.દરિયા કાંઠાના લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.રાજ્યમાં પ્રથમ વખત 3 લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.તો NDRF, આર્મી, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.સૌરાષ્ટ્રના તમામ બંદર પર 9 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.જેના કારણે રાજ્યના દરિયા કિનારે હજારોની સંખ્યામાં માછીમારી બોટો લંગારી દેવાઈ છે.તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે સંકલન સાથી રહી છે.અને રાજ્યના અધિકારીઓ કેન્દ્રના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.અને પળે પળની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.તો ગઈકાલે રાજ્યના હવામાનમાં પલટો જોવા મળ્યો હતો.અને રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.જ્યારે દરિયામાં કરંટ જોવા મળતા ઉંચા ઉંચા મોજા ઉછળ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply