વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દાંતા તાલુકાના પાંસા ગામે પહોંચ્યો
Live TV
-
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી ફ્લેગશીપ યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચાડવા વિકસિત ભારતની સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો છે. 100% લક્ષ્યાંકને હાંસલ કરવાના ઉદેશ્યને સાકાર કરવા માટે શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું દાંતા તાલુકાના પાંસા ગામે સંકલ્પ યાત્રા રથનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું
જનનાયક બિરસા મુંડાની જન્મજયંતિ નિમિતે મુખ્યમંત્રી દ્વારા અંબાજીથી પ્રસ્થાન કરાયેલો 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો રથ, જનજાતિય વસ્તી ધરાવતા દાંતા તાલુકાના પાંસા ગામે પહોંચ્યો હતો, જ્યાં સંકલ્પ યાત્રા રથનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આદિવાસી વિસ્તારના જનજાતિ માટે શરુ કરવામાં આવેલી વિવિધ યોજના જેવી કે, આયુષ્માન ભારત, કિસાન સન્માન નિધિ, આધારકાર્ડ, રાશનકાર્ડ અને કૃષિ યોજનાઓને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.. તેમજ સરકારની ઉજવલા યોજનાની માહિતી સાથે લાભાર્થીઓ ને સ્થાનિક સ્તરે જ યોજનાનો સીધો લાભ આપવામાં આવ્યો હતો.
