Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભેંસકાત્રી અને કાકરદા ગામેં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ના કાર્યક્રમો યોજાયા

Live TV

X
  • ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભેંસકાત્રી અને કાકરદા ગામેં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ના કાર્યક્રમો યોજાયા. 

    ડાંગ જિલ્લાના પ્રાતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે જનહિતલક્ષી યોજનાઓના લાભથી પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામા આવ્યો છે. 

    છોટા ઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમના ચોથા દિવસે જીલ્લાના પાલસંડા અને તેજગઢ ગામે રથ પહોંચ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ગામલોકોને આરોગ્યલક્ષી સેવાઓ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

    રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અન્વયે બેઠક યોજાઇ ગઈ. 

    જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ આગામી 22 નવેમ્બરથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનારી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નું સુચારૂ આયોજન કરવા અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવા પર ભાર મુક્યો હતો.

    આ પ્રસંગે સંસદ સભ્ય રામભાઈ મોકરીયા અને જિલ્લા કલેકટર પ્રભવ જોશી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply