Skip to main content
Settings Settings for Dark

'વિકાસ સપ્તાહ'નો પ્રારંભ: 2047માં વિકસિત ભારતનો સંકલ્પ

Live TV

X
  • અમદાવાદ: અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'વિકાસ સપ્તાહ'ની ભવ્ય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય સંકલ્પ 2047માં વિકસિત ભારતના નિર્માણનો છે.

    કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજીત કુમારની અધ્યક્ષતામાં યોજાયેલા 'પ્રતિજ્ઞા સમારોહ'માં ધારાસભ્યો  અમુલ ભટ્ટ, દિનેશ કુશવાહા,કિરીટસિંહ ડાભી,હર્ષદ પટેલ અને સાંસદ  હસમુખ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.વિવિધ વિભાગોના અધિકારીઓએ સમૂહમાં 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લીધી હતી. આ પ્રતિજ્ઞામાં રાષ્ટ્ર માટે સમર્પિત રહેવું, સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો, સમૃદ્ધ વારસાનું જતન કરવું અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સૂત્રને સાકાર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મન, વચન અને કર્મથી તત્પર રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સાથે જ, "હર ઘર સ્વદેશી, હર ઘર સ્વચ્છતા"ના મંત્ર દ્વારા આત્મનિર્ભર ભારતમાં યોગદાન આપવા અને 'રાષ્ટ્ર પ્રથમ'ના જીવનમંત્ર સાથે દેશના વિકાસ અને કલ્યાણ માટે અવિરત પ્રયાસરત રહેવાની પ્રતિબદ્ધતા પણ સાર્થક કરવામાં આવી છે. આ ઉજવણી વિકાસ કાર્યોને વેગ આપીને જનસેવાના મહાયજ્ઞમાં તંત્રની નિષ્ઠાને નવી દિશા આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply