વિજયનગરની પોળોમાં ઉમટ્યા સહેલાણીઓ, કુદરતના ખોળે મનાવ્યું નવુંવર્ષ
Live TV
-
સાબરકાઠા જીલ્લામાં આવેલા મીની કાશ્મીરની ઉપમાથી ઓળખાતા વિજયનગરના પોળોના જંગલમાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. આશરે ૧૦ હાજર થી વધુ પ્રવાસીઓ 31 ફર્સ્ટની ઉજવણી કરવા આવી પહોચ્યા હતા.
ઘણા પ્રવાસીઓ તો કહેવા લાગ્યા કે અમે અહી મીની કાશ્મીરમાં આવી સોળે કળાએ ખીલેલા કુદરતી સૌદર્યને માણીએ છીએ. અહી કુદરતી વાતાવરણ , જંગલ , પૌરાણિક મંદિરો , દેરાસરો , તેમજ ખળ ખળ વહેતા ઝરણાં ને જોઈ , મન પ્રફૂલ્લીત થઇ જાય છે. અહી હજારો ની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે છેલ્લા ૩ વર્ષ થી રાજ્ય સરકાર દ્વારા ઉજવાતા પોળો ઉત્સવને કારણે અહી રોજ બરોજ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.
