Skip to main content
Settings Settings for Dark

વિધાનસભામાં લાંબી ચર્ચા બાદ ગુજરાત ગુંડા નાબુદી ધારો બહુમતિથી પસાર

Live TV

X
  • ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે ત્રીજો દિવસ છે. સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગૃહમાં મહત્વના ત્રણ વિધેયક રજૂ કરાયા હતા. જેમાં ગુંડા એક્ટ અને અસામાજીક પ્રવૃતિ અટકાવવા બાબતનું વિધેયક ગૃહમાં બહુમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું. 5 કલાકથી વધુ સમય સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ આ વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. શાસક પક્ષ દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય પુર્ણેશ મોદીએ ચર્ચામાં ભાગ લીધો હતો. જ્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધેયકમાં સુધારા-વધારાની માંગ કરી હતી. મહત્વનું છે કે, સરકારી વિધેયક ગુંડા એક્ટથી મહિલાઓ ઉપર થતાં અત્યાચારો પર અંકુશ લાગશે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે પોતાના શાસનકાળ દરમિયાન ગુંડાઓ સામે કડક કાયદો બનાવ્યો નથી. આ ઉપરાંત અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન વિધેયક, બાળ અને કિશોર શ્રમ પ્રતિબંધ અને નિયમન સુધારા બિલ પણ ગૃહમાં રજુ કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply