Skip to main content
Settings Settings for Dark

વિધાનસભામાં BHISHM Cube-R300નું નિદર્શન

Live TV

X
  •  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત વિધાનસભા ખાતે અદ્યતન પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘BHISHM Cube-R300’ના વિશિષ્ટ નિદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, BHISHM Cube-R300ને અત્યંત જટિલ અને આપાતકાલીન પરિસ્થિતિમાં થોડી જ મિનિટોમાં તૈનાત કરી શકાય છે. આ પોર્ટેબલ હોસ્પિટલ સ્થળ પર જ ટ્રોમા સારવાર, તાત્કાલિક શસ્ત્રક્રિયા, રોગનિદાન અને અન્ય જીવનરક્ષક સેવાઓ પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે.

    72 મોડ્યુલર મિની-ક્યુબ્સથી બનેલી આ સિસ્ટમ 12 મિનિટથી ઓછા સમયમાં સ્થાપિત થઈ શકે છે અને એકસાથે આશરે 300 ઈજાગ્રસ્તોને સારવાર આપી શકે છે. તેમાં વેન્ટિલેટર, મલ્ટી-પેરામીટર મોનિટર, મિની લેબ, સર્જિકલ સાધનો, ઓક્સિજન પુરવઠો અને સ્વયંની વીજ ઉત્પાદન ક્ષમતા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.બે દિવસીય આ પ્રદર્શનમાં ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, ટેલિમેડિસિન અને ડિજિટલ હેલ્થ ટેક્નોલોજી અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે. ગુજરાતના દરિયાકાંઠા અને કુદરતી આપત્તિઓની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને BHISHM Cube રાજ્યની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
apply