ગાંધીનગરમાં ‘એક પેડ માઁ કે નામ 3.0’ હેઠળ વૃક્ષારોપણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ગાંધીનગર સચિવાલય પરિસરમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો સહિત રાજ્યના તમામ 182 ધારાસભ્યોએ એકસાથે વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે વાવેલાં વૃક્ષો ભવિષ્યમાં વિધાનસભા પરિસરમાં ચિરંજીવ સ્મૃતિરૂપે જળવાઈ રહેશે અને પશુ-પક્ષીઓને આશ્રય તથા છાંયડો પૂરો પાડશે. તેમણે રાજ્યના નાગરિકોને પણ અભિયાનમાં જોડાઈ પર્યાવરણ જતન માટે આગળ આવવા અપીલ કરી હતી.ગાંધીનગર સચિવાલય પરિસરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સામે યોજાયેલી ગ્રીન ડ્રાઇવ દરમિયાન વિવિધ પ્રજાતિનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ જતન અને વૃક્ષારોપણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
