Skip to main content
Settings Settings for Dark

વિધાનસભામાં UCC બિલ પસાર થવું ઐતિહાસિક, કોંગ્રેસ પર જીતુ વાઘાણીના પ્રહાર

Live TV

X
  • ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેરાયું છે. રાજ્ય વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ લાંબી ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ હર્ષની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અભિનંદન પાઠવ્યા હતા.

    ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેરાયું છે. રાજ્ય વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ લાંબી ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ હર્ષની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અભિનંદન પાઠવ્યા હતા.

    “બિલ નહીં, જનતાનું દિલ છે”: જીતુભાઈ વાઘાણી
    રાત્રિના ૧૧ વાગ્યા સુધી ચાલેલી મેરેથોન ચર્ચા બાદ બિલ પસાર થતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે કાયદો લાવ્યા છે, તે માત્ર કાયદાકીય દસ્તાવેજ નથી પણ ગુજરાતની જનતાની લાગણીઓનું ‘દિલ’ છે. આ કાયદો રાજ્યના નાગરિકોની વર્ષો જૂની માંગણીનો પડઘો છે.” તેમણે ઉમેર્યું કે આ બિલ ડૉ. બાબાસાહેબ આંબેડકર, કનૈયાલાલ મુનશી અને અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર જેવા બંધારણના શિલ્પીઓના સ્વપ્નને સાકાર કરે છે.

    કોંગ્રેસના વિરોધ સામે વળતો પ્રહાર
    વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ અને બિલની ‘હોળી’ કરવાની વાત પર આકરા પ્રહાર કરતા જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, “કોંગ્રેસે આ બિલને રોકવા અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા છે. તેઓ રાજ્યની માતા-બહેનોને સમાન હક મળે તેવું ઈચ્છતા નથી. કોંગ્રેસ ભલે ગૃહમાં બિલની હોળી કરવાની વાત કરતી હોય, પણ ગુજરાતની જનતા આગામી ચૂંટણીમાં મતો દ્વારા કોંગ્રેસની ‘રાજકીય હોળી’ કરી નાખશે.”

    આદિવાસીઓના અધિકારો અને પરંપરાનું રક્ષણ
    આદિવાસી સમાજને બિલમાં કેમ ન સમાવાયા તેવા વિપક્ષના સવાલોના જવાબમાં મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ભાજપ સરકારે આદિવાસીઓની રૂઢિગત પરંપરાઓનું બંધારણીય રક્ષણ કર્યું છે. તેમણે વળતો સવાલ પૂછ્યો હતો કે, “શું કોંગ્રેસ આદિવાસીઓને આ બિલમાં ખેંચી લાવીને તેમની વર્ષો જૂની પરંપરાઓ ખતમ કરવા માંગે છે?” તેમણે કોંગ્રેસ પર આદિવાસી સમાજને ભ્રમિત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

    જનભાગીદારી અને બંધારણીય મૂલ્યો
    મંત્રી વાઘાણીએ માહિતી આપી હતી કે આ બિલ તૈયાર કરતા પહેલા UCC કમિટીએ એક વર્ષ સુધી વિવિધ પક્ષો અને સામાન્ય નાગરિકોના મંતવ્યો લીધા હતા, જેમાં અંદાજે ૨૦ લાખ નાગરિકોએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કોઈપણ દેશ ‘બેવડી કાયદાકીય વ્યવસ્થા’થી ચાલી શકે નહીં. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના મંતવ્યને ટાંકતા તેમણે જણાવ્યું કે UCC કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ તમામ નાગરિકો માટે સમાનતા અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બિલ કોઈ સંપ્રદાયલક્ષી નથી પરંતુ હજારો પીડિત મહિલાઓને ન્યાય આપવાનો નમ્ર પ્રયાસ છે. રાજ્યમાં અરાજકતા ફેલાવવાના કોંગ્રેસના પ્રયાસો સામે જનતા જ જવાબ આપશે તેમ કહી તેમણે તમામ સમર્થક સભ્યોનો આભાર માન્યો હતો.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply