પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારી વધારતા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 'શહેરી વર્ષ'ની જે શરૂઆત કરી હતી, તેના બે દાયકા પૂર્ણ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૫ને પણ 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવવામાં આવ્યું છે.

શહેરી માળખાકીય સુવિધાઓમાં ક્રાંતિકારી પરિવર્તન
છેલ્લા ૨૦ વર્ષોમાં ગુજરાતના શહેરોનો આધુનિક અને સુઆયોજિત વિકાસ થયો છે. રાજ્ય સરકારે શહેરોમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણીની લાઈનો અને ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓ સુદ્રઢ કરી છે. 'ઇઝ ઓફ લિવિંગ'ના વિઝન સાથે ટાઉન પ્લાનિંગ સ્કીમો દ્વારા શહેરીકરણને નવી દિશા આપવામાં આવી છે.કનેક્ટિવિટીનો નવો અધ્યાય: મેટ્રો, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વે
રેલવે: ગુજરાતમાં અમદાવાદ મેટ્રો ફેઝ-૨ પૂર્ણ થયા બાદ હવે સુરત મેટ્રો માટે ૨૪ ટ્રેનસેટ્સનો ઓર્ડર અપાયો છે. આ સાથે દેશનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ વેગ પકડી રહ્યો છે.રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: દ્વારકા-બેટ દ્વારકાને જોડતા 'સુદર્શન સેતુ' બાદ હવે ૪૩૦ કિમી લાંબો 'નમોશક્તિ એક્સપ્રેસ-વે' (ડીસા થી પીપાવાવ) અને ૬૮૦ કિમી લાંબો 'સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે' કનેક્ટિવિટીને નવું પરિમાણ આપશે.
એરપોર્ટ: રાજકોટમાં ₹૧૪૦૫ કરોડના ખર્ચે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને સુરતમાં ₹૩૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત કરવામાં આવ્યું છે.
અમૃત ૨.૦ અને સ્માર્ટ સિટી મિશન
શહેરોને જળ સુરક્ષિત બનાવવા અમૃત ૨.૦ યોજના હેઠળ ₹૧૨૦૦ કરોડથી વધુના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના પ્રોજેક્ટ્સ અમલી છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદમાં ₹૧૧,૫૦૭ કરોડના ૩૫૯ પ્રોજેક્ટ્સ દ્વારા શહેરોને હાઇટેક બનાવવામાં આવ્યા છે.આવાસ અને વહીવટી સુધારણા
PM આવાસ યોજના: રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગ માટે ૯.૧૯ લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ થયું છે, જ્યારે આવાસ યોજના ૨.૦ હેઠળ નવા ૧ લાખ ઘરો મંજૂર કરાયા છે.નવી મહાનગરપાલિકાઓ: વહીવટી કાર્યક્ષમતા વધારવા નડિયાદ, મોરબી અને મહેસાણા સહિત કુલ ૯ નવી મહાનગરપાલિકાઓ જાહેર કરાતા હવે રાજ્યમાં કુલ ૧૭ મહાનગરપાલિકાઓ કાર્યરત છે.
ફ્યુચર રેડી ગુજરાત: વર્ષ ૨૦૨૬-૨૭નું ભવ્ય બજેટ
રાજ્ય સરકારે આગામી વર્ષ માટે શહેરી વિકાસ વિભાગને ₹૩૩,૫૦૪ કરોડનું જંગી બજેટ ફાળવ્યું છે. આ બજેટમાં 'કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦'ના આયોજન માટે અમદાવાદને 'ઓલિમ્પિક રેડી સિટી' બનાવવા ₹૧,૨૭૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાત ગુજરાતની આર્થિક વૃદ્ધિ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.