વિધાનસભા ગૃહે પૂર્વ મંત્રી ડૉ.અનિલ જોષીયારા અને સભ્યઓને મૌન પાળી આપી શોકાંજલી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 14મી ગુજરાત વિધાનસભાના દસમાં સત્રમા શોકદર્શક ઉલ્લેખો રજૂ કર્યા હતા. મુખ્યમંત્રીએ પૂર્વ મંત્રી સ્વ.ડૉ.અનિલ જોષીયારા, પૂર્વ સભ્ય સ્વ. સતુ દેવુ ઠાકરીયા અને સ્વ. મહેશ કરમશી મકવાણાના અવસાન અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી સદ્દગતના આત્માઓની શાંતિની પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ આ દિવંગત સભ્યોની જાહેર જીવનની પ્રતિભા તેમજ જનસેવા-સમર્પણની સરાહના કરી હતી.
વિધાનસભાગૃહના અધ્યક્ષ ડૉ. નિમા આચાર્ય તેમજ મંત્રીમંડળના મંત્રીઓ, વિપક્ષના નેતા સુખરામ રાઠવા અને ધારાસભ્યોએ પણ આ દિવંગત આત્માઓને ભાવાંજલિ આપી હતી. સભાગૃહે આ સૌ દિવંગત આત્માઓના સન્માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.
