વિસનગરમાં સંગીતના તાલ પર રમાય છે અનોખી ખાસડા હોળી
Live TV
-
અહીં ડીજેના તાલે બે જૂથો એકબીજા ઉપર ખાસડા ફેંકીને , ખાસડા યુદ્ધ રમે છે.
હોળીને લઇને રાજ્યભરમાં , અનેક જગ્યાએ અલગ અલગ લોકવાયકાઓ હોય છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે. અહીં ડીજેના તાલે બે જૂથો એકબીજા ઉપર ખાસડા ફેંકીને , ખાસડા યુદ્ધ રમે છે. મળતી માહિતી પ્રમાણે વિસનગરના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા 150 વર્ષોથી, ખાસડા યુદ્ધની પરંપરા ચાલી આવી છે. એકબીજા ઉપર ખાસડા, શાકભાજી જેવી વસ્તુઓ ફેંકીને યુદ્ધ રમે છે. આ રમતમાં જેને જુત્તુ વાગે ,એનું આખું વર્ષ સારું જાય તેવી માન્યતા પ્રચલિત છે. વિસનગરમાં ધૂળેટી પર્વે પરંપરાગત ખાસડા યુધ્ધ યોજવામાં આવે છે.
