રાજ્યમાં હર્ષો ઉલ્લાસ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી
Live TV
-
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ધૂળેટીના પર્વને લઈને આજે સવારે નવ વાગ્યાથી બે વાગ્યા સુધી ભગવાન રણછોડરાયના દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા
અમદાવાદ સહિત રાજ્યભરમાં , ધૂળેટીનું પર્વ રંગે ચંગે ઉજવવામાં આવી રહ્યું છે.દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ ખાતે પણ કર્મચારીઓએ ધુળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. અને એક બીજાને તિલક કરી , eco-friendly ધૂળેટીની ઉજવણી કરી હતી. વડોદરા શહેરમાં ઠેર ઠેર , ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. ઢોલ મંજીરા લઈને ધુળેટી પર્વના ગીતો ગાતા , અને નાચતા , એક બીજાને રંગ લગાવીને , ધુળેટી પર્વ ઉજવ્યો હતો. વડોદરા ખાતે દર વર્ષે સરકારી અધિકરીઓ દ્વારા , સામુહિક ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે સામુહિક ઉજવણી નહીં કરતા , અધિકારીઓ એ , એક બીજાને ટીકો કરીને , રંગ લગાડીને , રંગોત્સવની ઉજવણી કરી હતી. વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતનાં નિવાસ સ્થાને , જોઉન્ટ CP સહિત , DCP, NCP, ACP કક્ષાના અધિકારીઓ , પરિવારજનો સાથે , ધુળેટી પર્વની શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ધૂળેટીના પર્વને લઈને આજે સવારે નવ વાગ્યાથી બે વાગ્યા સુધી ભગવાન રણછોડરાયના દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ, તેમજ ડાકોર ટેમ્પલ કમીટિ દ્વારા અહીં આવતા ભક્તોને કોઈ જ તક્લીફ ન પડે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
વહેલી સવારથી જ ધુળેટી પર્વ-ડોલોત્સવ ને લઇને રાજા રણછોડજી ના મંદિરમાં જય રણછોડ ની ધૂન સાથે લાખોની સંખ્યામાં હરિભક્તોએ શ્રીજીના ચરણોમાં શિશ ઝૂકાવી નમન કર્યા હતા.આજથી પાંચ દિવસ સુધી , આદિવાસી સમાજ ધૂળેટી પર્વ મનાવી રહ્યું છે. ધૂળેટીનો આ તહેવાર મનાવવા , આદિવાસીઓ પરંપરાગત આદિવાસી વસ્ત્રો ધારણ કરી , ઘૈરીયાનું રૂપ ધારણ કરી , આદિવાસી નૃત્યમાં મસ્ત બનીને ફરે છે, અને ધૈર ઉઘરાવી સંતોષ માને છે. એક પરંપરા મુજબ , હોળી દહન પછીના પાંચ દિવસ સુધી ,, "માનતા કે બાધા" રાખેલ આદિવાસી યુવાન, ઘૈરીયાનું રૂપ ધારણ કરી ફરે છે, અને ઘરમાં જતો નથી. જયારે કેટલાક યુવાનો સ્ત્રી વેશ ધારણ કરીને પણ ફરે છે , અને આદિવાસી પરંપરાગત નૃત્ય કરી , આ ઉત્સવ ને ઉજવે છે. આ પરંપરા લુપ્ત થઇ રહી છે, પરંતુ રાજપીપળાના બજારોમાં ધૈર નૃત્ય જોઈ , લોક ટોળા પણ જામ્યા હતા. વનવાસી વિસ્તરોમાં લુપ્ત થતી ધૈર પ્રથાને જીવંત રાખતા , નર્મદાનાં વિવિધ Groupsએ આજે રાજપીપળા માં , આદિવાસી નૃત્ય કર્યા , અને આદિવાસીઓની પરમ્પરા સમાન ધૈર ઉઘરાવી , એક અનોખું આકર્ષણ જમાવ્યું હતું. યુવા આદિવાસી મિત્રો દ્વારા , આ ધૈર સંસ્કૃતિ ને જીવન્ત રાખવા ખાસ પ્રયત્ન હાથ ધરાયો હતો.
