Skip to main content
Settings Settings for Dark

વીર નર્મદ યુનિવર્સિટીનો 55મો પદવીદાન સમારોહ યોજાયો, 17,375 વિદ્યાર્થીઓના પદવીઓ એનાયત

Live TV

X
  • સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 55મો પદવીદાન સમારોહ યોજાયો હતો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે 12 વિદ્યાશાખાઓના 96 અભ્યાસક્રમોના 17,375 વિદ્યાર્થીઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત 81 પી.એચ.ડી. તથા 4 એમ.ફિલ.ની પદવીઓ એનાયત થઈ હતી. સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના 11 ઋષિકુમારોએ શંખનાદ અને 10 ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.

    આ સમારોહમાં એનાયત થયેલી તમામ 17,375 ડિગ્રીઓ વિદ્યાર્થીઓના ડિજીલોકરમાં ઉપલબ્ધ બનશે, જે લોગઈન આઈડીથી વિદ્યાર્થીઓ એક્સેસ કરી શકશે. રાજ્યપાલે રિમોટ દ્વારા તમામ ડિગ્રીઓ નેશનલ એકેડેમિક ડિપોઝીટરીમાં ડિજિટલ માધ્યમથી ડિપોઝીટ કરી હતી. આ ઉપરાંત વીર નર્મદ યુનિ.ના પદવીદાન સમારોહમાં બરફીવાલા કોલેજના આસિ. પ્રોફેસર સ્વ. મોહિતકુમાર પ્રકાશચંદ્ર પટેલને મરણોપરાંત પી.એચ.ડી.ની ડિગ્રી આપવામાં આવી હતી. રાજ્યપાલના હસ્તે આ પદવી તેમના જોડિયા દીકરા તીર્થ અને તથ્યએ સ્વીકારી હતી.

    આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતા હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું. 
    ગુજરાતની ભૂમિ બહુરત્ના છે એમ જણાવતાં રાજ્યપાલે ઉમેર્યું કે, ગુજરાતની ધરતી સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધી, અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ, સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતી, વીર નર્મદ જેવા મહાન પુરૂષોની ભૂમિ છે. દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે કાર્યરત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ધરતીના સંતાન છે. 

    શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ સમાજના ભલા માટે મેળવેલા જ્ઞાનનો સાર્થક ઉપયોગ કરવો જરૂરી છે. વિદ્યાર્થીઓએ એક કોચલામાં ન રહેતાં મલ્ટીટેલેન્ટેડ બની બહુઆયામી વ્યક્તિત્વ ખીલવવા તેમજ કસરતો દ્વારા શારીરિક અને માનસિક રીતે મજબૂત બનવા અનુરોધ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply