Skip to main content
Settings Settings for Dark

વ્યાયામ શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે કરી કમિટીની રચના

Live TV

X
  • ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો ભરતીને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે આ વ્યાયામ શિક્ષકોને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભરતી, લાયકાત અને વયમર્યાદા અંગે એક કમિટીની રચના કરવામાં આવી છે.

    ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના 35 દિવસના આંદોલનના સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમિટી બનાવવાનું આશ્વાસન આપ્યું હતું. ત્યારે હવે કમિટીની રચના અંગે શૈક્ષણિક મહાસંઘની પ્રતિક્રિયા સામે આવી છે. ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે. તમામ શાળાઓને વ્યાયામ શિક્ષકો મળે.

    મુખ્યમંત્રીના આશ્વાસન બાદ હવે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે પ્રાથમિક શિક્ષણના અગ્ર સચિવની અધ્યક્ષતામાં 10 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. નોંધનીય છે કે, સરકારના શિક્ષણ વિભાગની ખેલ સહાયક યોજનામાં દરેક નિયમોમાં વિસંગતતા હોવાના કારણે તેને રદ કરવાની અને વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની મુખ્ય માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે. 

    ત્યારે ધોરણ 1થી 8ના પ્રાથમિક વિભાગમાં તો વ્યાયામ શિક્ષક હોવા એ અનિવાર્ય હોવા છતાં સરકાર દ્વારા ભરતી ન કરાતી હોવાના આક્ષેપ શિક્ષકોના સંગઠન દ્વારા કરવામાં આવ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply