Skip to main content
Settings Settings for Dark

શહેરમાં અત્યાર સુધી કુલ 2 હજાર 364 કેસ પોઝિટિવ આવ્યા : વિજય નેહરા

Live TV

X
  • અત્યાર સુધી 241 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે જ્યારે હાલ એક્ટિવ કેસની સંખ્યા 2 હજાર 16 છે.

    ગુજરાતમાં હાલ સૌથી વધારે કોરોનાથી પ્રભાવિત કોઈ શહેર હોય તો તે અમદાવાદ છે. ત્યારે અમદાવાદમાં કોરોના વિશે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે શહેરમાં અત્યાર સુધી કુલ 2 હજાર 364 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં અત્યાર સુધી 241 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે હાલ એક્ટિવ કેસની સંખ્યા 2 હજાર 16 છે. હાલ શહેરમાં જે કેસ છે તેમાં મધ્યઝોનમાં 911, દક્ષિણ ઝોનમાં 544 અને પૂર્વ ઝોનમાં 126 કેસ હાલ પોઝિટિવ છે. શહેરના જમાલપુર, ખાડિયા, દાણીલીમડા, બહેરામપુરા અને દરિયાપુર સહિતના 6 વિસ્તારને રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે બાકીના 42 વિસ્તારને ઓરેન્જ ઝોનમાં મુકાયા છે. અને આ તમામ માહિતી હવે AMCના વેબસાઈટ પર જોઈ શકાશે.તો ટેસ્ટિંગને લઈ માહિતી આપતા AMC કમિશનરે જણાવ્યું કે અત્યાર સુધી 23 હજારથી વધારે કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.અને ટેસ્ટિંગની ક્ષમતા આવતીકાલથી 4 હજારથી વધુ પહોંચી જશે.જે વિશ્વના વિકસિત દેશની હરોળમાં આવી જશે.તો શહેરમાં મૃત્યુદર ઘટાડવાને લઈ AMC કમિશનરે કહ્યું કે જે લોકોને પહેલાથી જ બીજી કોઈ બીમારી છે તેઓ ઘરની બહાર ન નીકળે.સાથે કમિશનર નેહરાએ કોરોના સામેની લડાઈમાં એક સફળતાની વાત કરતા કહ્યું કે ડબલિંગ રેટ 8 દિવસ પર પહોંચ્યો છે.જે શહેરની મોટી સફળતા કહી શકાય.સાથે જ શહેરમાં મૃત્યુદરમાં પણ ઘટાડો આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply