ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ વડોદરા શહેર અને જિલ્લાની સ્થિતિને લઇને ચર્ચા કરી
Live TV
-
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ વડોદરા ખાતે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર નવીન ઉપાધ્યાય, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ ચર્ચા કરી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ વડોદરા ખાતે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર નવીન ઉપાધ્યાય, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વડોદરા શહેર અને જિલ્લાની સ્થિતિને લઇને ચર્ચા કરી હતી. જેમાં તેમણે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સ્વચ્છતા વધારવા માટે તાકીદ કરી હતી. સાથે સાથે સ્ટાફને ઉચ્ચ ગુણવતાની પીપીઇ કીટ આપવા માટે પણ કહ્યુ છે. આ ઉપરાંત, તેમણે ફરજ નિભાવતા પોલીસકર્મીઓનો ખાખી ડ્રેસ લીમીટેડ હોય છે ત્યારે ઉનાળાની ગરમીમાં સફેદ શર્ટ પહેરવાની પરવાનગી આપવા માટેનો વિચાર મુક્યો હતો. તેમજ હોટસ્પોટ વિસ્તારોમાં સર્વે કરવા જતા શિક્ષકોમાં 50 વર્ષથી ઉપરની ઉંમરના શિક્ષકોને સર્વે માટે ન મોકલવા માટે સલાહ આપી હતી.
