રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 3774 પર પહોંચ્યો, અમદાવાદમાં મંગળવારે સૌથી વધુ 19 મોત
Live TV
-
અમદાવાદમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 2,543 પર પહોંચી હતી અને કુલ મૃત્યુ આંક 128 થયો
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોના પોઝિટિવ કેસના આંકડાઓમાં સૌથી વધુ 164 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જયારે સમગ્ર રાજ્યમાં 226 કેસ નોંધાયા હતા. સૌથી આઘાતજનક બાબત એ હતી કે કુલ 19 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં તમામ મૃત્યુ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયા હતા. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે 19 મૃત્યુ નોંધાયા છે તે પૈકી 15 લોકો અલગ અલગ બીમારીથી પીડાતા હતા. આ સાથે અમદાવાદમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 2,543 પર પહોંચી હતી અને કુલ મૃત્યુ આંક 128 થયો છે. જયારે વડોદરામાં 255 કેસ અને સુરતમાં 570 કેસ સુધી આંક પહોંચ્યો છે. જયારે સમગ્ર રાજ્યમાં પોઝીટીવ કેસનો આંક 3,774 થયો છે અને કુલ મૃત્યુ આંક 181 પર પહોંચ્યો છે.
