શિક્ષકો અને GSRTCના કર્મચારીઓના પ્રલંબિત પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની આગેવાનીમાં સોલા GMERS હોસ્પિટલ ખાતે નવા સ્થાયી તબીબી મંડળની રચના કરવાનો નિર્ણય લેવાયો
રાજ્યના વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3ના શિક્ષકો તેમજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના વર્ષોથી પ્રલંબિત પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના પ્રયત્નોથી અમદાવાદ સ્થિત સોલા GMERS હોસ્પિટલ ખાતે નવા સ્થાયી તબીબી મંડળ (Medical Board) ની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3ના શિક્ષકો તથા GSRTCના કર્મચારીઓ દ્વારા કાસા કિસ્સામાં તબીબી કારણોસર આંતરજિલ્લા અને જિલ્લાફેર બદલી/ કક્ષા બદલીની પ્રક્રિયામાં તબીબી પ્રમાણપત્ર મેળવવા સંબંધિત રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી. કર્મચારીઓની આ રજૂઆતોને હકારાત્મક રીતે ધ્યાને લઈ તેમને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા તબીબી મંડળની રચનાથી આરોગ્ય સંબંધિત તપાસ અને અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા વધુ સુગમ, ઝડપી અને પારદર્શક બનશે. જેના પરિણામે સંબંધિત કર્મચારીઓને સમયસર તબીબી અભિપ્રાય પ્રાપ્ત થશે તેમજ તેમની રજૂઆતોના નિકાલમાં પણ સરળતા રહેશે.
રાજ્ય સરકાર કર્મચારી કલ્યાણ અને સુશાસનના અભિગમ સાથે કાર્યરત છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ વર્ગોના કર્મચારીઓની સુવિધા અને હિતને ધ્યાનમાં રાખી સતત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની આગેવાનીમાં લેવાયેલો આ નિર્ણય રાજ્યના હજારો વિદ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC વર્ગ 3/4 ના કર્મચારીઓ માટે લાભદાયી સાબિત થશે....
