Skip to main content
Settings Settings for Dark

શિક્ષણના સ્તરને સુધારવા માટે રાજ્ય સરકારે મિશન વિદ્યા શરૂ કર્યું: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

Live TV

X
  • રાજ્ય સરકારે જ્ઞાનદીપ પ્રોજેક્ટ અંતર્ગત ૪૦૦૦ શાળાઓમાં ડિજીટલ ક્લાસરૂમ શરૂ કર્યા

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મિશન વિદ્યા અંતર્ગત, લોધિકા તાલુકાના મોટા વડા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રાસંગીક ઉદ્બોધનમાં તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણના સ્તરને સુધારવા માટે રાજ્ય સરકારે મિશન વિદ્યા શરૂ કર્યું છે. અને આ મિશન એક માસ સુધી રાજ્યભરમાં ચાલશે. આ દરમિયાન શાળાઓમાં એક કલાક વધારે શિક્ષણકાર્ય કરવામાં આવશે. આ વધારાના સમયમાં નબળા વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણન શીખવવામાં આવશે. આવા નબળા બાળકોને પ્રિય બાળકો ગણવામાં આવશે અને શિક્ષકો આ બાળકો પ્રત્યે વિશેષ ધ્યાન રાખશે. ઉપરાંત સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ ભૌતિક સુવિધાઓ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે જ્ઞાનદીપ પ્રોજેક્ટ અંતર્ગત ૪૦૦૦ શાળાઓમાં ડિજીટલ ક્લાસરૂમ શરૂ કર્યા છે. ભવિષ્યમાં વધારાના ૬૦૦૦ ડિજીટલ ક્લાસ રૂમ શરૂ કરી તેની સંખ્યા ૧૦ હજાર સુધી કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મોટા વડા પ્રાથમિક શાળામાં અભ્યાસ ખંડમાં જઇ બાળકો સાથે સંવાદ કર્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply