Skip to main content
Settings Settings for Dark

આજે ચંદ્રગ્રહણને કારણે મંદિરોના દર્શનના સમયમાં ફેરફાર

Live TV

X
  • આજે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ જોવા મળશે. ભારતમાં દેખાનારા ચંદ્ર ગ્રહણના કારણે મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

    આજે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ જોવા મળશે. ભારતમાં દેખાનારા ચંદ્ર ગ્રહણના કારણે મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર સાથે હવન યજ્ઞના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. સવારે પાંચ વાગે મંગળા આરતી બાદ ભગવાનના નિત્ય ક્રમ સાથે, બપોરે બાર વાગે જગત મંદિર અનોષર એટલે કે બંધ થશે. બપોરે ત્રણ વાગે મંદિરના દ્વાર ખૂલશે. ઉથાપન દર્શન બાદ વિવિધ દર્શન આરતી ભોગના નિત્યક્રમ બાદ મંદિર સાંજે સાત વાગે બંધ થશે. આ સમય દરમિયાન પૂજારી પરિવાર દ્વારા વિશ્વ શાંતિ અર્થે હોમ હવન થશે. 

    ચંદ્રગ્રહણના કારણે અંબાજીમાં તેમજ અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પણ ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ચંદ્રગ્રહણ પહેલા મંદિર અગિયાર વખત ખૂલશે અને ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. આજે વહેલી સવારે 6 વાગ્યે મંદિર ખૂલ્યું હતું અને ત્યારબાદ મંગળા આરતી થઈ હતી. 8.30 કલાકે ભગવાનની શણગાર આરતી કરવામાં આવી. જે રીતે હવે સાંજે, 5.15 કલાકે ભગવાનની સંધ્યા આરતી થશે. ત્યારબાદ મંદિર રાત્રે ચંદ્રગ્રહણ શરૂ થતાં પહેલા રાત્રે 11 કલાકે ખૂલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply