તાજપુરા ખાતે સીએમે આંખોની હોસ્પિટલના ત્રણ નવા વોર્ડનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
અત્યારસુધીમાં 11 લાખ દર્દીઓને નિશુલ્ક લાભ આપવામાં આવ્યો છે.
પંચમહાલના હાલોલના તાજપુરા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આંખોની હોસ્પિટલના નવા ત્રણ વોર્ડનું લોકાર્પણ કર્યું હતું. તાજપુરા ખાતે 1976થી આંખની હોસ્પિટલ કાર્યરત છે. જેનો અત્યારસુધીમાં 11 લાખ દર્દીઓને નિશુલ્ક લાભ આપવામાં આવ્યો છે. ત્યારે હવે વધુમાં વધુ દર્દીઓને સેવા પૂરી પાડી શકાય તે માટે હોસ્પિટલના જ ત્રણ વોર્ટમાં 250 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જેનું લોકાર્પણ આજે ગુરૂ પૂર્ણિમાના પાવન દિવસે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ પણ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતાં. પૂજ્ય નારાયણ બાપુના આશ્રમે પણ આજે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા. સીએમ રૂપાણીએ હોસ્પિટલના લોકાર્પણ બાદ દિવ્ય પર્ણ કુટિર ગુફાના દર્શન કર્યાં હતાં.
