Skip to main content
Settings Settings for Dark

સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાની દિશામાં રાજ્ય સરકારનું મહત્વનું પગલુ

Live TV

X
  • આ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગ્રામપંચાયત વિસ્તારમાં પાણી પૂરવઠા માટે સોલાર પંપ સુવિધા અંતર્ગત ગ્રામ પંચાયત પેય જળ સૌર ઊર્જા યોજનાની જાહેરાત કરી છે.

    ઊર્જાના વૈકલ્પિક સ્રોત તરીકે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક આવકારદાયક પગલુ ભરવામાં આવ્યું છે. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગ્રામપંચાયત વિસ્તારમાં પાણી પૂરવઠા માટે સોલાર પંપ સુવિધા અંતર્ગત ગ્રામ પંચાયત પેય જળ સૌર ઊર્જા યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત રાજ્યનાં 300 ગામમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2017-18માં ગ્રામ પંચાયતના વોટર વર્કસ દ્વારા એક હજાર 400 મીલીયન વીજ યુનિટ વપરાશ થયો છે. આ માટે દર વર્ષે રૂપિયા 675 કરોડ રાજ્ય સરકાર દ્વારા સબસીડીની રકમ તરીકે આપવામાં આવે છે. જેની સામે ગ્રામ પંચાયત પેય જળ સૌર ઊર્જા યોજના માટે પ્રવર્તમાન દરે રૂપિયા ચાર હજાર 440 કરોડ ખર્ચ થશે. આ માટે પ્રતિ કિલોવોટના ખર્ચ સામે કેન્દ્ર સરકાર દ્વારા 25 ટકા સબસીડી માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રને દરખાસ્ત મોકલવામાં આવી છે અને બાકીના ૭૫ ટકા માટે વાર્ષિક 6 ટકાના દરે 7 વર્ષ માટે લોન મળી શકશે. જેની ચૂકવણી પ્રતિ વર્ષ રૂપિયા 13 હજાર 411 પ્રમાણે કરવાની થશે. 7 વર્ષ પૂર્ણ થતાં રૂપિયા 14 હજાર 924ની ચોખ્ખી વાર્ષિક આવક ગ્રામ પંચાયતોને મળતી થશે. ગ્રામ પંચાયત પોતાના વોટર વર્કસની જમીન આ સૌર ઊર્જા યોજનામાં આપી શકશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply