શિયાળુ પાક તૈયાર: પોરબંદર માર્કેટયાર્ડમાં પ્રતિદિન 8 હજાર કિલો જીરું, 4 હજાર કિલો ધાણાની આવક
Live TV
-
પોરબંદર જિલ્લામાં શિયાળુ પાકમાં ખેડૂતોએ ધાણા, જીરૂનું પુષ્કળ વાવેતર કર્યું હતું. શિયાળુ પાકમાં વાવેતર કરેલ ધાણા, જીરૂનો પાક તૈયાર થઈ જતા હાલ લણણી સહિતની કામગીરી ધમધમી રહી છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી નવા ધાણા અને જીરૂની આવક શરૂ થઈ છે.
પોરબંદરના માર્કેટયાર્ડમાં પ્રતિદિન સરેરાશ 8 હજાર કિલો જીરૂ તેમજ 4 હજાર કિલો ધાણાની આવક થઈ રહી છે. માર્કેટયાર્ડમાં ખેડૂતોને જીરુંના પ્રતિમણે 3000-6200 અને ધાણાના પ્રતિમણે 1000-1445 ભાવ મળી રહ્યા છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં હાલ ધાણા, જીરુની આવક શરૂ થઈ છે ત્યારે આગામી દિવસોમાં આવકમાં વધારો પણ થશે.
પોરબંદર જિલ્લામાં આ વર્ષે શિયાળુ પાકનું 1,13,933 હેકટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં જીરું 24,860 હેકટર, ધાણા 12,505 હેકટરમાં નોંધાયું હતું. પોરબંદર જિલ્લામાં શિયાળુ પાક તૈયાર થઈ જતા હાલ ખેડૂતો લલણી પ્રક્રિયામાં જોડાયા છે. પોરબંદરમાં શિયાળુ પાક તૈયાર થઈ જતા જ માર્કેટયાર્ડમાં પણ આવક શરૂ થઈ છે.
