Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં 7મી મેએ લોકસભાની ચૂંટણી: ત્રીજા તબક્કામાં મતદાન, 4 જૂને મતગણતરી, 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ જાહેર

Live TV

X
  • ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરાઈ. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીની જાહેરાત કરાઈ.

    જાહેરાત મુજબ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે, આગામી તા. 7 મે, 2024ના રોજ ચૂંટણી યોજાશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ચૂંટણી યોજાશે. જ્યારે તેનું પરિણામ આગામી તા. 4 જૂનના રોજ હાથ ધરવામાં આવશે. 

    ગુજરાતની 26 લોકસભા બેઠકની સાથે 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ યોજાશે. જેમાં વાઘોડિયા, ખંભાત, વિજાપુર, માણાવદર અને પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ યોજાનાર છે. જ્યારે વિસાવદર બેઠકની જાહેરાત કરવામાં ન આવતા રાજકીય વર્તુળોમાં અવઢવ જોવા મળી રહી છે.

    ગુજરાત લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી, ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. 

    એટલું જ નહિં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply