Skip to main content
Settings Settings for Dark

શ્રવણ મંદતા ધરાવતા 35 જેટલા બાળકોને શ્રવણયંત્ર વિનામૂલ્યે અપાયા

Live TV

X
  • અમદાવાદની સિવિલ મેડીસીટીના પ્રાંગણમાં આવેલ રાજ્યની નોડલ રિહેબિલિટેશન સંસ્થા એવી ગવર્નમેંટ સ્પાઇન ઇન્સ્ટિટયૂટની શ્રવણ અને વાણીદોષના ક્ષેત્રે કાર્યરત અને નવનિર્મિત ગવર્નમેંટ ઑડિયોલૉજી ઍન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કૉલેજ દ્વારા શ્રવણ મંદતા ધરાવતા જરૂરિયાતમંદ 35 જેટલા બાળકોને વિશિષ્ટ પ્રકારના શ્રવણયંત્ર વિના મુલ્યે પ્રદાન કરવામાં આવ્યા. આ ખાસ એવા પ્રકારના બધિરતા ધરાવતા બાળકો હતા કે જેઓ કોઈ કારણોસર કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી મેળવી શકેલ નહીં અથવા તો સર્જરીની કેન્ડીસસીમાં ફીટ બેસતા ન હતા અને શ્રવણ મંદતા પણ ધરાવતા હતા જેથી તેમના દૈનિક અને શૈક્ષણિક જીવન પર પણ તેની પ્રતિકુળ અસરો પડી રહી હતી. આવા બાળકોને શ્રવણયંત્ર પ્રદાન કરી ઊંડાણપૂર્વક શ્રવણ યંત્રના ઉપયોગ અને આગળના ફોલોઅપ વિષે માર્ગદર્શન આપવા આવ્યું હતું. 

    સમગ્ર કાર્યક્રમનું સંચાલન RMO ડો. સંજય કાપડિયા દ્વારા કરવામાં આવેલ. ગવ. ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કૉલેજના વિભાગના વડા અને પ્રિન્સીપાલશ્રી ચૌહાન, સ્ટાફ ગણ શ્રીમતી ખ્યાતી જૈન અને રાજવી મેહતા, કોલેજના વિદ્યાર્થીઓ અને રેડ ક્રોસ સોસાયટી વતી વી હિયરની ટીમના શ્રવણ યંત્રોના વિવિધ ફંકશન બાબતે વાલીઓ અને કુટુંબીજનોને સંયુક્ત અને વન તો વન કાઉન્સેલિંગ સેશન અને ફોલોઅપ વગેરે બાબતે સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply