સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમા ડિફેન્સ એક્સ્પોનો 'કર્ટન રિઝર્વ' કાર્યક્રમ યોજાયો
Live TV
-
ગાંધીનગરમાં 18 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર દરમિયાન ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ એક્સ્પોની પૂર્વ સંધ્યાએ 'કર્ટન રિઝર્વ'' કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે સમગ્ર વિશ્વને વિશ્વાસ અપાવવો હશે તો સૌપ્રથમ પહેલા આપણે પોતાની ઉપર વિશ્વાસ કરવો પડશે.ડિફેન્સ મેન્યુફેક્ચર્સના મહાસંગમ સફળતાનો નવો રેકોર્ડ બનાવશે.સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હંમેશા માર્ગદર્શન મળ્યું છે. ડિફેન્સ એક્સ્પો પહેલી વખત ખાસ કરીને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ માટે થઈ રહ્યો છે. આ એક્સ્પો આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહેલા ભારતની બાપુને શ્રદ્ધાંજલિ છે. ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ ક્ષેત્રમાં રોકાણ મેળવવા માટે આ મહત્વપૂર્ણ કાર્યક્રમ રહેશે.આ વખતે ડિફેન્સ એક્સ્પોમાં 1,300થી વધુ કંપનીઓ ભાગ લેશે
