સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 'મોદી@20' પુસ્તકના ગુજરાતી સંસ્કરણ સપના થયા સાકારનું કર્યું વિમોચન
Live TV
-
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 'મોદી@20' પુસ્તકના ગુજરાતી સંસ્કરણ સપના થયા સાકારનું વિમોચન કર્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વીસ વર્ષની સફર વિશેની સુક્ષ્મદ્રષ્ટીની વિગતોને સમાવતું આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ માહિતી પ્રસારણ રાજ્યમંત્રી ડૉ.એલ.મુરુગન ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત અનેક ક્ષેત્રોમાં પ્રગતી કરી દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.સાથે તેમણે કહ્યું કે, ગુજરાતનો માળખાકીય વિકાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વને આભારી છે.કાર્યક્રમને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે; પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સાંસ્કૃતિક પુનઃ જાગૃતના પ્રતિક છે.વર્તમાનને સુધારી પ્રધાનમંત્રી દેશના આવનારા કેટલાક દશકો માટે કામ કરી રહ્યા છે.વધુમાં તેમણે કહ્યું કે, આજે દેશની અર્થવ્યવસ્થા મજબુત થઇ રહી છે.
