Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 50 લાખ આયુષ્યમાન કાર્ડના રાજ્યવ્યાપી વિતરણનો પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 50 લાખ આયુષ્યમાન કાર્ડના રાજ્યવ્યાપી વિતરણનો પ્રારંભ આજે વર્ચુયલ માધ્યમથી કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, લાભાર્થીને રંગીન પીવીસી કાર્ડ દિવાળી પહેલા આપવાનું અભિયાન ઉપાડીને રાજ્ય સરકારે જરૂરિયાતમંદ નાગરિકોની મોટી સેવા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ યોજના ઘડતા પહેલા સાધારણ માણસની જિદગીમાં રહેલી તકલીફનો વિચાર કરવામાં આવતો હોવાથી યોજનાનું ઘડતર અને તેનો અમલ-બંને અસરકારક રહે છે.  તેમણે વધુમાં જણાવ્યુ કે, આમ આદમીને એમપાવર બનાવો તો એ પાવરફૂલ બને છે. માતા અને બહેનોના સશક્તિકરણ ઉપર ભાર મુક્તા તેમણે ઉમેર્યું હતું કે પાંચ લાખનો આરોગ્ય વીમો તેમણે બીમારીની આફતમાંથી ઊગારશે તેમાં શંકા નથી.

    નાના માણસને દર વર્ષે પાંચ લાખનો આરોગ્ય વીમો એક પણ પૈસો પ્રિમિયમ ભર્યા વગર મળે તેવો દાખલો દુનિયામાં બીજે ક્યાય નથી.આયુષ્યમાન ભારત જેવી આરોગ્ય વીમા યોજના શરૂ થયા બાદ ચાર કરોડ લાભાર્થીને ફાયદો થયો છે,જેમાં ગુજરાતના લાભાર્થીની સંખ્યા ચાર લાખ જેટલી હોવાનું પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું હતું.ધનતેરસ ના રોજ ભગવાન ધન્વંતરિની પૂજા થાય છે,કારણ કે આરોગ્ય ની મોટી કોઈ મૂડી નથી.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતું કે; આયુષ્માન ભારત કાર્ડ પ્રાપ્ત કરવા માટેની આર્થિક મર્યાદામાં સુધારો કરીને મધ્યમ વર્ગ સુધીના લોકોને પણ આવરી લેવાનો પ્રયોગ ગુજરાતે કર્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply