Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના લોથલમાં નિર્માણ કાર્યની સમિક્ષા કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત પરિસર સ્થળ પર નિર્માણ કાર્યની સમિક્ષા કરશે. પ્રધાનમંત્રી આ અવસરે આયોજીત સમારોહને સંબોધન કરશે. લોથલ હડપ્પા સભ્યતાના મુખ્ય શહેર પૈકીનું એક હતું. આ પરિસર લગભગ 3500 કરોડ રૂપિયાના ખર્ચથી વિકસીત કરવામાં આવી રહ્યું છે. જેનું નિર્માણ આ વર્ષે માર્ચમાં શરૂ થયું હતું. લોથલ માનવનિર્મિત પ્રાચીન અવશેષની શોધ માટે જાણીતું છે. લોથલનું આ પરિસર દેશનું ઐતિહાસીક વિરાસત અને ધરોહર પ્રતિ યોગ્ય શ્રધ્ધાંજલી હશે. આ એક અલગ પ્રકારનો પ્રયોગ હશે. જેમાં ન માત્ર ભારતની સમૃધ્ધી પરંતુ વિવિધ સમુદ્રી વિરાસતને પ્રદર્શિત કરાશે તેમજ લોથલને વિશ્વ સ્તરનું આંતરરાષ્ટ્રીય પ્રવાસી કેન્દ્ર બનાવવામાં મદદ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply