સંસદ સભ્ય શારદાબહેન પટેલે BSFના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી
Live TV
-
સેનાના જવાનો સાથે દિવાળીની ઊજવણીનો અનેરો આનંદ મળ્યો છે.
દિવાળી એટલે આપણા દેશનો સૌથી મોટો, સૌથી મહત્વ ધરાવતો, પંચમુખી તહેવાર છે. ભારતમાં તો દિવાળીની ઉજવણી ખૂબ જ રંગેચંગે અને ઉત્સાહ સાથે કરવામાં આવે છે. સંસદ સભ્ય શારદાબેન પટેલે BSF ના જવાનો સાથે દિવાળીની અનોખી રીતે ઊજવણી કરી હતી. દિવાળીની શુભકામના પાઠવતા શારદાબહેન પટેલે જણાવ્યું હતું કે, આજે સેનાના જવાનો સાથે દિવાળીની ઊજવણીનો અનેરો આનંદ મળ્યો છે. સેનાની શૌર્યની અપ્રતિમ ગાથાઓની સાથે જ આપણી પરંપરા મધુરતા અને મીઠાશની પણ છે. દિવાળીનો તહેવાર પણ મધુરતાની મીઠાશની સાથે આજે જવાનોમાં પણ અને ઉત્સાહ જોવા મળ્યો છે. ભારત પોતાના તહેવારોને પ્રેમની સાથે મનાવે છે.
સંસદ સભ્યએ ગુજરાતની જનતાને પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે BSF 56 બટાલિયનના કમાંડન્ડ અધિકારી, તથા તમામ રેન્કના BSF ના જવાનો તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા.
