વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય પોલીસ બેડામાં 17 સીનિયર IPS અધિકારીઓની બદલી
Live TV
-
વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય પોલીસ બેડામાં બદલીના આદેશ કરાયા છે. રાજ્યના 17 સીનિયર IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરત રેન્જના ADGP ડૉક્ટર એસ. પાંડિયન રાજકુમારને રેલવેમાં એડિશનલ DGP બનાવાયા છે. તો ખુરશીદ અહેમદની બદલી ગાંધીનગર પ્લાનિંગ મોડર્નાઈઝેશનના ADGP તરીકે કરાઈ છે. આ સિવાય આર્મ્સ યુનિટના આઇજીપી પિયુષ પટેલની બદલી સુરત રેન્જના આઇજીપી બનાયા છે.
અમદાવાદના જોઇન્ટ કમિશનર અજય ચૌધરીને અમદાવાદની સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ કમિશનર ઑફ પોલીસનો ચાર્જ સોંપાયો છે. અમદાવાદના ટ્રાફિક JCP મયંક ચાવડાને જૂનાગઢ રેન્જના ડીઆઇજી બનાવાયા છે. તો ગૌતમ પરમાર આઈજીપી ભાવનગર રેંજ, પિયુષ પટેલને સુરત રેન્જ આઈજીપી, સંદીપસિંહ વડોદરા રેંજ આઈજીપી, ચિરાગ કોરડીયા ડીઆઈજીપી ગોધરા રેંજ, ડીએચ પરમાર જેસીપી સુરત ટ્રાફિક, નિરજ બડગુજર અમદાવાદ સેક્ટર-1 એડિશન.કમિશનર, અશોક યાદવને રાજકોટ રેંજ આઈજી, એમ.એસ.ભરાડા એડિશન પોલીસ કમિશનર સેક્ટર 2 અમદાવાદ, મનોજ નિનામાને વડોદરાના એડિશન.પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.
સૌરભ તોલંબિયા, આર.વી. અસારી અને કે.એન.ડામોરની પણ બદલી કરવામાં આવી છે
