Skip to main content
Settings Settings for Dark

સખી મંડળોને ગ્લોબલ માર્કેટ પૂરું પાડવા 'માર્કેટિંગ સપોર્ટ યોજના'નો પ્રારંભ: રૂ. 5 લાખ સુધીની સહાય મળશે

Live TV

X
  • રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત સખી મંડળોની બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બને અને તેમની આવકમાં વધારો થાય તેવા ઉમદા આશયથી ગુજરાત લાઈવલીહૂડ પ્રોમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા ‘માર્કેટિંગ સપોર્ટ યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

    વર્ષ 2026-27 દરમિયાન સખી મંડળોના ઉત્પાદનોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર પૂરું પાડવા માટે આ યોજના હેઠળ રૂ. 25 કરોડની આર્થિક સહાય કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયા તથા રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના માર્ગદર્શન હેઠળ અમલી બનેલી આ યોજનાથી ગ્રામીણ મહિલાઓના સ્થાનિક ઉત્પાદનોનું ઓનલાઈન વેચાણ વધશે અને તેઓ સીધી ગ્લોબલ માર્કેટ સાથે જોડાશે.નવી યોજના હેઠળ મહિલાઓને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરવા માટે વિશેષ નાણાકીય સહાય અપાશે.GST નોંધણી માટે રૂ.15 હજાર સુધી,FSSAI લાઈસન્સ માટે રૂ.10 હજાર સુધી,PAN કાર્ડ રજીસ્ટ્રેશન માટે: રૂ. 2 હજાર સુધી ઓનલાઈન પ્રોત્સાહન  દરેક ઓર્ડર દીઠ રૂ. 20 લેખે પ્રતિ સખી મંડળ લાઈફટાઈમ રૂ. 5 લાખ સુધીની સહાય.સરકારના આ પગલાથી ગામડાની બહેનો ઘરે બેઠા કમાણી કરી 'લખપતિ દીદી' બની શકશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને નવી તાકાત મળશે.રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના 'ઓસમ સખી મંડળ'ના પ્રમુખ રેખાબેન ગિરિશ પેઠાણીની સફળતા અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે.

    વર્ષ 2016માં સ્વ-સહાય જૂથ સાથે જોડાયા બાદ તેમણે RSETIમાંથી ફૂડ પ્રોસેસિંગની તાલીમ મેળવી પરંપરાગત મસાલા ઉદ્યોગ શરૂ કર્યો હતો. રૂ. 1.5 લાખની બેંક લોન મેળવી યુનિટનો વિસ્તાર કરી તેમણે અન્ય સ્થાનિક મહિલાઓને પણ રોજગારી આપી છે. આજે તેમના મસાલા યુનિટની વાર્ષિક આવક રૂ. 10.96 લાખને પાર પહોંચી ગઈ છે. સરકારની આ નવી ઈ-કોમર્સ યોજનાથી રેખાબેન જેવા અનેક સખી મંડળોને પોતાના ઉત્પાદનો વૈશ્વિક સ્તરે વેચવાની તક મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-08-2026 Max Temp : °C Min Temp : °C
apply