Skip to main content
Settings Settings for Dark

મોરબીની ઓમ શાંતિ સ્કૂલ ખાતે ઇસરો દ્વારા ત્રિદિવસીય સ્પેસ સાયન્સ પ્રદર્શનનું આયોજન

Live TV

X
  • ભારત સરકારના સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં અવકાશીય ક્ષેત્રે રસ-રૂચિ વધે અને તેઓ ઉત્સાહિત બને તે હેતુથી મોરબીની 'ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ' ખાતે ત્રિદિવસીય પ્રેરક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

    ડો. વિક્રમ સારા શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભારતીય સ્પેસ ટેક્નોલોજી, ઇસરો ખાતે ઉચ્ચ કારકિર્દીલક્ષી તકો અને અવકાશીય ક્ષેત્રની સિદ્ધિઓથી અવગત કરાવવાનો છે. આ પ્રદર્શન દ્વારા બાળકો વિજ્ઞાન અને આધુનિક સંશોધનો પ્રત્યે પ્રેરણા મેળવી ભવિષ્યમાં ડૉ. વિક્રમ સારાભાઈ, કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની જેમ આ ક્ષેત્રે દેશનું નામ રોશન કરે તેવો અભિગમ રાખવામાં આવ્યો છે.આ અંગે ઇસરોના વિનોદકુમારે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, વધુને વધુ બાળકો આ પ્રકારના પ્રેરક આયોજન થકી માર્ગદર્શન મેળવીને આગળ આવે તે જ અમારો મુખ્ય ઉદ્દેશ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-08-2026 Max Temp : °C Min Temp : °C
apply