સમગ્ર ગુજરાતમાં ઉંચો રહેતો ગરમીનો પારો
Live TV
-
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તીવ્રથી અતિ તીવ્ર હીટવેની અસર,તો આગામી દિવસોમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિ રહેશે યથાવત
આજે સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઉંચો રહ્યો હતો. રાજ્યમાં 14 કરતાં વધુ સ્થળોએ મહત્તમ તાપમાન 40 ને પાર કરી ગયું હતું. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, તીવ્રથી અતિ તીવ્ર હીટવેવની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં રાજકોટનું તાપમાન 42 ડિગ્રી, તો સુરેન્દ્રનગર ખાતે 42.3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરામાં 41 ડિગ્રી જેટલું તાપમાન રહ્યું હતું. સૌથી વધુ તાપમાન કંડલા ખાતે 42.9 સેલ્સીયસ જેટલું નોધાયું હતું. આગામી દિવસોમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહશે, તેવી સંભાવના રાજ્યના હવામાન વિભાગે કરી છે.
