સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે ડ્રોન અને રોબોટીકસ નો વર્કશોપ યોજાયો
Live TV
-
ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ અમરેલી ખાતે ડ્રોન અને રોબોટિક્સ પર 2 દિવસનો વર્કશોપ યોજાયો. રેડ હોરાઇઝન કંપનીના 4 મેમ્બરો દ્વારા વિદ્યાર્થીઓને ટેકનિકલ માહિતી આપની વિશેષ ટ્રેનીંગ આપવામાં આવી. આ 2 દિવસ દરમિયાન 80 વિદ્યાર્થીઓએ આ વર્કશોપનો લાભ લીધો. વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારના રોબોટ અને ડ્રોન જાતે તૈયાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી પરિચિત થાય અને વિદ્યાર્થીઓમાં વિશેષ ટેકનીકલ સ્કીલ ડેવલપ થાય તેવા હેતુથી ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
