Skip to main content
Settings Settings for Dark

સમી, હારિજ, શંખેશ્વરમાં નર્મદાના પાણીના થયા વધામણાં

Live TV

X
  • આ પ્રસંગે મંત્રી દિલીપ ઠાકોરે કહ્યું કે સમી અને શંખેશ્વર ગામનો વર્ષો જૂનો શુદ્ધ પાણીનો પ્રશ્ન આજે હલ થયો છે.

    પાટણ જિલ્લાના સમી ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 84 કરોડના ખર્ચે સમી, હારિજ, શંખેશ્વર તાલુકાના 131 ગામોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.

    નર્મદા કેનાલ આધારિત યોજનાથી પાણી પહોંચાડવામાં આવ્યું છે, તો સમી અને શંખેશ્વર તાલુકાના બાકી રહેતા ગામો માટે પણ સરકાર દ્વારા રૂપિયા 10.55 કરોડની મંજૂરી આપવામાં આવી છે. જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ઝડપથી કામો હાથ ધરી હાલ પ્રાયોગિક ધોરણે શંખેશ્વર ગામને પાણી પહોંચાડવામાં આવ્યું છે.

    આ પ્રસંગે મંત્રી દિલીપ ઠાકોરે કહ્યું કે સમી અને શંખેશ્વર ગામનો વર્ષો જૂનો શુદ્ધ પાણીનો પ્રશ્ન આજે હલ થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply