ચંબલના એક સમયનાં ડાકુ પંચમસિંહે જૂનાગઢની મુલાકાત લીધી
Live TV
-
પંચમસિંહ જે તે સમયે 556 ડાકુની ટુકડીના સરદાર હતા અને 100થી વધારે લોકોની હત્યાનો તેમના પર આરોપ હતો.
જૂનાગઢ બ્રહ્મા કુમારીઝ રાજયોગ વિશ્વ વિદ્યાલયનું આમંત્રણ સ્વીકારી આત્મ સમર્પણ કરી ચૂકેલા એક સમયના ચંબલના ખુંખાર ડાકુ પંચમ સિંહ જૂનાગઢ આવ્યા હતા. પંચમસિંહ જે તે સમયે 556 ડાકુની ટુકડીના સરદાર હતા અને 100થી વધારે લોકોની હત્યાનો તેમના પર આરોપ હતો.
એટલું જ નહીં તેને પકડવા માટે તે સમયે એક કરોડ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. આવા ખુંખાર ડાકુઓને સમજણના પાઠ ભણાવવા આ સંસ્થા આગળ આવી હતી. 1972માં 556 ડાકુઓની ટુકડીએ સરકારની શરણાગતિ સ્વીકારી લીધી હતી.
સરકારે તેમને પુનઃ સ્થાપિત થવા મદદ કરી હતી. જૂનાગઢ આવીને તેમણે પોતાના અનુભવો બતાવી જીવન જીવવાની રીત બતાવી હતી. તેમણે કાર્યક્રમ બાદ જૂનાગઢની હરિયાળીના વખાણ કરીને વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે ચંબલ પહોંચી આગામી ચાર મહિનામાં એક લાખ જેટલાં વૃક્ષો ઉછેરવાનો નિર્ણય પણ કર્યો હતો.
