મોડાસા-હિંમતનગર પાલિકામાં બીજી ટર્મમાં ભાજપે સુકાન સંભાળ્યું
Live TV
-
મોડાસા નગરપાલિકામાં ભાજપે પુનઃ સત્તાનું સુકાન સંભાળી લીધું છે.
મોડાસા નગરપાલિકામાં એક વખત ફરીથી ભાજપે સત્તા મેળવી છે. મોડાસા પાલિકામાં બીજી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. મોડાસા નગરપાલિકામાં ભાજપે પુનઃ સત્તાનું સુકાન સંભાળી લીધું છે. પ્રમુખ તરીકે ભાજપના સુભાષભાઈ શાહ ચૂંટાયા છે. ઉપપ્રમુખ તરીકે ભાજપના જ્યોત્સનાબેન કડિયા ચૂંટાયા છે. મોડાસા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી યોજાઈ હતી.
બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પણ નગરપાલિકાની બીજી ટર્મ માટે ચુંટણી યોજાઇ હતી. ભાજપે ફરીવાર સત્તા સંભાળી પ્રમુખ તરીકે અનિરુદ્ધભાઇ સોરઠિયાની વરણી કરી છે તો ઉપપ્રમુખ તરીકે જયાબેન પટેલને નિયુક્ત કરવામાં આવ્યા છે.
