સરકારી હોસ્પિટલોમાં બગડેલા સાધનો તાકીદે રિપેર કરાવાશેઃ નીતિન પટેલ
Live TV
-
પી.એચ.સી. અને સી.એચ.સી.માં પણ અદ્યતન સુવિધાવાળાં વધુ સાધનો ઉપલબ્ધ કરાવાશે. તેમણે કહ્યું હતું કે રાજસ્થાનની આરોગ્ય સેવાઓ કરતાં ગુજરાતમાં વધુ અદ્યતન ટૅક્નૉલૉજી સાથેની સેવાઓ ઉપલબ્ધ છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં જન્મતું પ્રત્યેક બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે ,રાજ્ય સરકાર સંનિષ્ઠ પ્રયાસ કરી રહી છે. તેના કારણે જ વીતેલા ત્રણ વર્ષમાં બાળ મૃત્યુદર ક્રમશઃ ઘટ્યો છે. વર્ષ 2017 અને 2018ના મુકાબલે વર્ષ 2019માં બાળ મૃત્યુદર નીચો રહ્યો છે. રાજ્યમાં ક્રમશઃ દર હજારે બાળ મૃત્યુદર ઘટી રહ્યો છે. વિપક્ષ નેતા સહિત ગુજરાત કૉંગ્રેસ નેતાઓના આક્ષેપો અભ્યાસ વગરના અને પાયાવિહોણા છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું ,કે સરકાર બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવા હજી પણ પ્રયાસશીલ છે. તેમણે કહ્યું હતું કે આરોગ્ય સેવાને લગતા બંધ પડેલા મશીનો ત્વરિત ઉપયોગમાં આવે અને સત્વરે રિપેર થાય તે માટે 'ટૅક્નિકલ સેલ' ઊભું કરાશે.
