સરદાર પટેલની 150મી જન્મજયંતિ: વડોદરામાં મંત્રી મનીષાબેન વકીલના નેતૃત્વમાં 'એકતા પદયાત્રા' યોજાઈ
Live TV
-
સરદાર પટેલની 150મી જન્મજયંતિ: વડોદરામાં મંત્રી મનીષાબેન વકીલના નેતૃત્વમાં 'એકતા પદયાત્રા' યોજાઈ
વડોદરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે મહિલા અને બાળ કલ્યાણ, તેમજ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી મનીષાબેન વકીલના મતવિસ્તારમાં 'એકતા પદયાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવો અને જનમેદની
આ આકર્ષક પદયાત્રામાં મોટી સંખ્યામાં મહાનુભાવો, સંતો અને નાગરિકો જોડાયા હતા, જેમાં મુખ્યત્વે: મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય મનીષાબેન વકીલ (નેતૃત્વકર્તા), વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી, મેયર પિન્કીબેન સોની, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી, શહેર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોની, સંતો-મહંતો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા
આકર્ષણનું કેન્દ્ર: નૃત્ય અને શપથવિધિ
પદયાત્રાની શરૂઆત પહેલાં, વડોદરાના વાડી વિધાનસભા વિસ્તારમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ, શહેર પ્રમુખ અને મેયર સહિત કલાકારો અને વિદ્યાર્થીઓએ આદિવાસી નૃત્ય રજૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઉપસ્થિત સૌએ એકતા અને સ્વચ્છતા જાળવવા માટેના શપથ લીધા હતા.
ત્યારબાદ, 'એકતા પદયાત્રા'નો પ્રારંભ થયો, જે સંગમ ચાર રસ્તાથી શરૂ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સૂર્યનગર ખાતે પૂર્ણ થઈ હતી. આ પદયાત્રાએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અને રાષ્ટ્રની એકતાનો સંદેશો ફેલાવ્યો હતો.
