સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 127.16 મીટરે પહોંચી
Live TV
-
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 127.16 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના 200 મેગાવોટનાં 4 યુનિટો શરૂ કરાતા હાલ રોજનું 5 થી 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. વીજ મથક શરૂ થતાં 40 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમના વીજમથક દ્વારા કુલ 27,326 મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો 2,571 મિલિયન ક્યુબીક મીટર છે. તો બીજીબાજુ મુખ્ય કેનાલમાં 10,907 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદામાં 40,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થતા ગરૂડેશ્વર પાસેનો વિયર ડેમ ,કમ કોઝ-વે ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે.
