સાણંદમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે સેમી કંડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ: ગુજરાત બનશે દેશનું સેમી કંડક્ટર હબ
Live TV
-
ભારતમાં સેમી કંડક્ટર ઉત્પાદનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે,આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાણંદ ખાતે નવા મેગા OSAT ફેસિલિટી પ્લાન્ટનું લોકાર્પણ કરશે.
દેશના આ ત્રીજા સેમી કંડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે જ ભારત વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મજબૂત સ્થાન મેળવશે.આ પ્રસંગે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ 6 સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થપાશે. આ ક્ષેત્રમાં 1.70 લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર (MOU) થયા છે, જેનાથી હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સાણંદ હવે સેમી કંડક્ટર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર બનશે અને ગુજરાત ટેકનોલોજી તથા હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગમાં દેશનું નેતૃત્વ કરશે. આ પ્રોજેક્ટ 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
