Skip to main content
Settings Settings for Dark

સુરતમાં સહકારી ક્ષેત્રનો દબદબો: 6,966 સહકારી મંડળીઓ દ્વારા 'સહકારથી સમૃદ્ધિ'નો મંત્ર સાર્થક

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય સહકારી દિવસના ઉપલક્ષમાં સુરત જિલ્લાની સહકારી ક્ષેત્રની સિદ્ધિઓ પ્રકાશમાં આવી છે. સુરત જિલ્લો સહકારી પ્રવૃત્તિઓમાં રાજ્યમાં અગ્રેસર રહ્યો છે, જ્યાં હાલ કુલ 6966 જેટલી વિવિધ પ્રકારની સહકારી મંડળીઓ સફળતાપૂર્વક કાર્યરત છે.

    સુરત જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) હરેશ કાછડેના જણાવ્યા અનુસાર, જિલ્લામાં સર્વિસ અને હાઉસિંગ મંડળીઓનો વ્યાપ સૌથી વધુ છે. જેમાં સુરત સિટી વિસ્તાર 2885 સર્વિસ અને 1695 હાઉસિંગ મંડળીઓ સાથે મોખરે છે. આ ઉપરાંત, પશુપાલન ક્ષેત્રે 'સુમુલ' ડેરી સહકારનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં 1.40 લાખ પશુપાલકો દૈનિક ૨૨ લાખ લીટર દૂધ એકત્રિત કરે છે. માંડવી અને માંગરોળ તાલુકા શ્વેતક્રાંતિને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

    ખેડૂતોને ધિરાણ આપતી સેવા/ક્રેડિટ મંડળીઓ, ગ્રાહક સહકારી મંડળીઓ અને કૃષિલક્ષી સંસ્થાઓ ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું કાર્ય કરી રહી છે. જિલ્લામાં કુલ 39 પ્રકારની સહકારી પ્રવૃત્તિઓ ધમધમી રહી છે, જે ગ્રામીણ અને શહેરી અર્થતંત્રને મજબૂતી આપીને સામાન્ય નાગરિકને આત્મનિર્ભર બનાવી રહી છે.

    જિલ્લાની સહકારી મંડળીઓ પર એક નજર કુલ મંડળીઓ: 6966  હાઉસિંગ, સર્વિસ, દૂધ ઉત્પાદક, ખેતી વિષયક ધિરાણ, બિન-કૃષિ ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીઓ.તાલુકાવાર સ્થિતિ: સુરત સિટી (4971), કામરેજ (303), ચોર્યાસી (296), ઓલપાડ (284), બારડોલી (265), માંડવી (261), માંગરોળ (208), મહુવા (162), ઉમરપાડા (126) અને પલસાણા (60).

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply