સાધુ ટેકરી પર રાજ્યના વન વિભાગ દ્વારા ફૂલોની ફ્લાવર ઓફ વેલી પણ તૈયાર કરવામાં આવી
Live TV
-
નર્મદાના કેવડિયાના સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાને આરે
નર્મદાના કેવડિયાના સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાને આરે છે. આગામી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ થશે. ત્યારે આ સ્થળ પર પ્રવાસીઓના આકર્ષણ અને સુવિધા માટે વ્યુ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. તો સાથે જ રાજ્યના વન વિભાગ દ્વારા બે હજાર મીટર વિસ્તારમાં રંગબેરંગી ફૂલોની ફ્લાવર ઓફ વેલી પણ તૈયાર કરવામાં આવી છે. ફ્લાવર ઓફ વેલીમાં બારેમાસ આવતાં વિવિધ પ્રકારનાં ફૂલ ઉછેરવામાં આવ્યા છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
