ઓમાન બંદરેથી 130 ગુજરાતી ખલાસીને સલામત સ્થળે ખસેડાયા
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્ર સરકાર મારફતે ઓમાન સાથે સંકલન કર્યુ હતુ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીર્ધદ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન અને ભારત સરકારના સહયોગ તેમજ રોયલ નેવી ઓફ ઓમાનના સફળ પ્રયાસોથી, ઓમાનમાં રહેલાં 130 જેટલા ગુજરાતી ખલાસીઓને લુબાન વાવાઝોડાથી હેમખેમ બચાવાયા છે. આ તમામ ખલાસીઓને સલામત સ્થળે પહોંચાડવામાં સફળતા મળી છે. નોંધનીય છે , કે ગત બુધવારે અરબી સમુદ્રમાં ઉઠેલું લુબાન ચક્રવાત ઓમાનના સલાલા બંદર પર ત્રાટકવાને કારણે , પોર્ટ બંધ થવાનો સંદેશ મળતાં જ તમામ ગુજરાતી ખલાસીઓને સલામત સ્થળે ખસેડવા માટે ભારત સરકાર, ઇન્ડિયન નેવી ,, અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે , મુખ્યમંત્રીએ પરામર્શ કર્યો હતો.
