Skip to main content
Settings Settings for Dark

સાપુતારા બાદ હવે 'ડોન' હિલ સ્ટેશન બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ

Live TV

X
  • સાપુતારા બાદ હવે 'ડોન' હિલ સ્ટેશન બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ: ડાંગના ડુંગરોમાં પ્રકૃતિ ખીલી ઉઠી

    કુદરતી સૌંદર્યથી સભર ડાંગ જિલ્લો અત્યારે પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યો છે. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં તો દર વર્ષે ભીડ જોવા મળે છે, પરંતુ આ વર્ષે સાપુતારાની સાથે સાથે ડોન હિલ સ્ટેશન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ વાત એ છે કે ડોન હિલ સ્ટેશનની ઊંચાઈ સાપુતારાના ડુંગરો કરતાં પણ વધુ હોવાથી અહીંનું તાપમાન અને નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.

    સાપુતારા કરતા પણ વધુ ઊંચાઈ પર સ્થિત ‘ડોન’

    ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ડોન હિલ સ્ટેશન પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે. સમુદ્ર સપાટીથી વધુ ઊંચાઈ પર હોવાને કારણે અહીં ઠંડકનું પ્રમાણ વધુ રહે છે. વીકએન્ડ દરમિયાન અહીં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે.

    ધાર્મિક અને કુદરતી સ્થળોએ માનવ મહેરામણ

    માત્ર હિલ સ્ટેશનો જ નહીં, પણ ડાંગના અન્ય પ્રવાસન સ્થળોએ પણ પગ મૂકવાની જગ્યા નથી. શબરીધામ રામાયણ કાળ સાથે જોડાયેલા આ પવિત્ર સ્થળે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન મહાલના જંગલો અને માયાદેવીના રમણીય સ્થળોએ પણ પર્યટકો ઉમટી પડ્યા છે.

    પ્રવાસન ઉદ્યોગમાં તેજી

    છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા ડાંગના અજાણ્યા સ્થળોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેની સીધી અસર અત્યારે જોવા મળી રહી છે. ડાંગના ધોધ, ગાઢ જંગલો અને ઊંચા પહાડો પ્રવાસીઓને મિનિ કાશ્મીરનો અહેસાસ કરાવી રહ્યા છે. પ્રવાસીઓના ધસારાને જોતા વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply