સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજથી રાજ્યમાં ફોર્મ ભરવાની કામગીરી શરુ
Live TV
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજથી રાજ્યમાં ફોર્મ ભરવાની કામગીરી શરુ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે અને રાજકીય ગરમાવો તેજ થયો છે. આજથી જ તમામ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
ચૂંટણીનું આખું શિડ્યુલ
આજથી જ ઉમેદવારો માટે ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે 11 એપ્રિલ સુધી ચાલશે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત અને 34 જિલ્લા પંચાયતો માટે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતદાન 26 એપ્રિલે યોજાશે અને 28 એપ્રિલે પરિણામ જાહેર કરવામાં આવશે.
