Skip to main content
Settings Settings for Dark

મોરબીનો 'આધુનિક અભિમન્યુ': માત્ર 9 માસના સર્વમે 240 વસ્તુઓ ઓળખી સર્જ્યો ચમત્કાર

Live TV

X
  • મોરબીનો 'આધુનિક અભિમન્યુ': માત્ર 9 માસના સર્વમે 240 વસ્તુઓ ઓળખી સર્જ્યો ચમત્કાર

    ભારતીય સંસ્કૃતિના 'ગર્ભ સંસ્કાર'નું વિજ્ઞાન આજે પણ કેટલું પ્રભાવશાળી છે, તેનો જીવંત પુરાવો મોરબીના હરીપર ગામે જોવા મળ્યો છે. અહીંના એક સામાન્ય ભાગિયા પરિવારના માત્ર 9 માસના બાળક 'સર્વમ' એ પોતાની વિલક્ષણ યાદશક્તિથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ બાળકે અત્યાર સુધીમાં 240 જેટલી વસ્તુઓ અને મહાપુરુષોને ઓળખી બતાવીને ગર્ભ સંસ્કારના પ્રતાપનો અદભૂત પરિચય આપ્યો છે.

    ગર્ભાવસ્થા દરમિયાન ભક્તિ અને જ્ઞાનનું ભાથું

    સર્વમની આ સિદ્ધિ પાછળ તેની માતા નવલિકાબેનનો પુરુષાર્થ રહેલો છે. માતા નવલિકાબેને ગર્ભાવસ્થા દરમિયાન ગીતાજીના પઠન, હોમ-હવન અને મહાપુરુષોના જીવન ચરિત્રોના અભ્યાસ દ્વારા આધુનિક યુગમાં 'આજના અભિમન્યુ' જેવું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. 32 સભ્યોના સંયુક્ત પરિવારમાં ઉછરેલા આ બાળકની વિલક્ષણ પ્રતિભાએ ભારતીય સંસ્કૃતિના સોળ સંસ્કારો અને ગર્ભ સંસ્કારના વિજ્ઞાનનું મહત્વ ફરી એકવાર સાબિત કર્યું છે. સંસ્કાર અને વિજ્ઞાનના સમન્વયથી જન્મેલો આ બાળક સાચા અર્થમાં રાષ્ટ્ર નિર્માણ માટે એક આશાનું કિરણ બન્યો છે.

    આ નાનકડા બાળકની પ્રતિભા જોઈને લોકો તેને કુતૂહલ પૂર્વક નિહાળી રહ્યા છે અને ગર્ભ સંસ્કારના વિજ્ઞાન પરની શ્રદ્ધા વધુ દ્રઢ બની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply