Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં એપ્રિલમાં ચોમાસા જેવો માહોલ: માવઠાને કારણે તાપમાન ગગડ્યું

Live TV

X
  • ગુજરાતમાં એપ્રિલમાં ચોમાસા જેવો માહોલ: માવઠાને કારણે તાપમાન ગગડ્યું, હજુ બીજા રાઉન્ડની આગાહી

    ગુજરાતમાં એપ્રિલ મહિનાના પ્રારંભે કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીને બદલે રાજ્યમાં વહેલી સવારે અને સાંજે માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા નાગરિકોને કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી છે.

    તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો

    રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી સુધી નીચે ગગડ્યો છે. સામાન્ય રીતે એપ્રિલમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી જતું હોય છે, પરંતુ અત્યારે મોટાભાગના શહેરોમાં પારો 35 ડિગ્રીની આસપાસ સ્થિર રહ્યો છે.

    આજના મુખ્ય શહેરોના તાપમાન રાજકોટ 36.3 ડિગ્રી (રાજ્યનું સૌથી ગરમ શહેર), અમદાવાદ: 35.0 ડિગ્રી, ભૂજ: 35.0 ડિગ્રી, વડોદરા/સુરત: 34.8 ડિગ્રી, ગાંધીનગર: 34.5 ડિગ્રી છે.

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: 12 જિલ્લામાં વરસાદની ચેતવણી

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 7 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યમાં માવઠાનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. રાજ્યના 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પાકને લઈને ચિંતા વ્યાપી છે, પરંતુ શહેરીજનોને ગરમીથી છુટકારો મળ્યો છે.

    વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply